ગુજરાત ક્વિઝ ૨૦૧૭ : રાજ્ય કક્ષાની સ્પર્ધા
ગુજરાત ક્વિઝ ૨૦૧૭ સ્પર્ધાના અંતિમ અને નિર્ણાયક તબક્કાની -
રાજ્ય કક્ષાની સ્પર્ધા તારીખ ૧ ઓકટોબર, ૨૦૧૭ ના રોજ
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આવેલા સેમીનાર હોલ - ફોર ખાતે સવારના ૯:૦૦ કલાકથી શરુ થશે.
જીલ્લા / યુનીવર્સીટી કક્ષાએ વિજેતા બનેલા સૌ સ્પર્ધકોએ
તારીખ ૧ ઓકટોબર, ૨૦૧૭ ના રોજ
સવારે ૮:૩૦ સુધીમાં મહાત્મા મંદિર, ગાંધીનગર પહોંચી જવાનું રહેશે.
રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે નવા ૪૪૦ પ્રશ્નો
https://drive.google.com/open?id=0BzjLbs-E86gZWEF4X0xqZ1R0S2M તેના જવાબો સહીત અહીં
મૂકવામાં આવ્યા છે.
જે રાજ્યકક્ષાના સ્પર્ધકોએ ડાઉનલોડ કરી લેવા.
રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે કિશોર વિભાગ (ધોરણ ૬થી ૮)ના સ્પર્ધકોએ
'ગુજરાત ક્વિઝ મંજૂષા'ના પાનાં નબર ૨૯ સુધીના કે જ્યાં 'તરુણ વર્ગ(ધોરણ ૯-૧૨)ના સ્પર્ધકોના પ્રશ્નો અહી પૂર્ણ થાય છે...' એવી સૂચના લખી છે ત્યાં સુધીના પ્રશ્નો ઉપરાંત રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે નવા ઉમેરાયેલા ૪૪૦ પ્રશ્નોમાંના પ્રથમ ૨૫૦ પ્રશ્નોમાંથી પણ તૈયારી કરવાની રહેશે.
રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે તરુણ વિભાગ (ધોરણ ૯થી ૧૨) અને યુવા વિભાગ (કોલેજ)ના સ્પર્ધકોએ 'ગુજરાત ક્વિઝ મંજૂષા'ના બધાં જ પ્રશ્નો ઉપરાંત
રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે નવા ઉમેરાયેલા ૪૪૦ પ્રશ્નોમાંથી પણ તૈયારી કરવાની રહેશે.
આ સિવાય કેટલાક વધારાના પ્રશ્નો પણ આવશે.
એ માટે જે-તે સ્પર્ધકની સજ્જતા અને જાણકારી મહત્વની બની રહેશે.